ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ| માલધારી સમાજમાં ફફડાટ ફેલાયો

2022-08-02 96

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વિરામ લીધા બાદ આજે ફરીથી વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 3 દિવસ વરસાદની આગાહી કરી છે, ત્યારે આજે અરવલ્લી, ભાવનગર અને અમરેલી સહિતના જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે. બીજી તરફ લમ્પી વાઈરસના પગલે ટપોટપ પશુઓના મોત થતાં માલધારી સમાજમાં ફફડાટ ફેલાયો છે.